ગીધીધામમાં કારમાં લાગી આગ કાર બળીને ખાખ
ગાંધીધામનાં સેકટર-૧ વિસ્તારમાં કારમાં એકાએક આગ લાગતા દોડધામ મચી હતી. જોકે ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ કાર બળીને ખાખ થઇ ગઇ હતી. આ અંગે મળતી પ્રાપ્ત વિગતો મુજબ શહેરનાં સેકટર-૧ વિસ્તારમાં પીજીવીસીએલ કચેરી નજીક આજે બપોરે દોઢેક વાગ્યાનાં અરસામાં કારમાં આગ અચાનક ફાટી નીકળતા દોડધામ મચી હતી. જો કે તાત્કાલિક ફાયરબ્રિગેડની મદદથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગના આ બનાવમાં કોઇને ઇજા કે જાનહાની થઇ નથી. પરંતુ કાર બળીને ખાખ થઇ ગઇ હતી તેમજ આગ લાગવાનું કારણ જાણી શકાયુ નહતુ.