ભુજ એ-ડિવિઝન પોલીસે દારૂ સાથે એક આરોપીને ઝડપ્યો:10,000નો મુદ્દામાલ જપ્ત

ભુજ એ-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં  હતી તે દરમિયાન કોઈવ નગર પાસે આવતા તેમને બાતમી મળી હતી કે, જય ધનસુખપુરી ગોસ્વામી (રહે, શની મંદિર સામે, ઘનશ્યામનગર, ભુજ) 14 એકર્સ સોસાયટીની બાજુમાં જતાં રસ્તા પર બીયર તથા અંગ્રેજી દારૂની બોટલો રાખી વેચાણ કરી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આસપાસ તપાસ કરતાં બાવળોની ઝાડીમાથી બીયર તથા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 14 નંગ બીયર કિ.રૂ.1400 તથા 9 બોટલ વિદેશી દારૂ કિ.રૂ.3600 તથા એક મોબાઈલ ફોન મળી કુલ.કિ.રૂ.10,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરતાં દારૂ તથા બિયરના ટીન દિવ્યરાજસિંહ ઉર્ફે દીવુભા મહેન્દ્રસિંહ ગોહિલ (રહે. દુજાપર. તા.માંડવી) વાળો વેચાણ અર્થે આપી ગયો હોવાની કેફિયત આપી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.