ગાંધીધામમાં ચોરે ધોળા દિવસે ઘરના તાળાં તોળી 1,12,000ની તસ્કરીને અંજામ આપ્યો
આ અંગે ગાંધીધામ સપનાનગરમાં રહેતા અને ક્રિષ્ના શીપીંગ એન્ડ એલાયડ કંપનીમાં ઇન્પોર્ટ તરીકે ફરજ બજાવતા કુંદનભાઈ નાથાલાલ મહેશ્વરીએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તા.21-1ના ફરિયાદી આશરે સાડા દશ વાગ્યાના અરશામા પોતાની નોકરીએ ગયા હતા જ્યારે તેમના માતા,પિતા, પત્ની અને ભાઈ ખંભરા ખાતે પૂજામાં ગયા હતા. સાંજે ચારેક વાગ્યાના અરશામાં ફરિયાદીના પરિવારના સભ્યો ખંભરાથી પરત ઘરે ફરતા ઘરના દરવાજાનો તાળો તૂટેલ હાલતમાં જોવા મળ્યો હતો. જેથી ઘરની અંદર જઈ તપાસ કરતાં ત્રણ બેડરૂમમાં રહેલ સામાન વેર-વિખેર હાલતમાં નજરે પડ્યો હતો અને કબાટના લોક તૂટેલ હાલતમાં નજરે પાડ્યા હતા. ફરિયાદીના પિતાજીએ કબાટમાં તપાસ કરતાં સોનાની બે બંગડી, સોનાની 5 વીંટી, ચાંદીનો એક સિક્કો, તેમજ 15,000 રૂપિયા રોકડા મળી કુલ.કિ.રૂ.1,12,000ની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.