નખત્રાણા તાલુકાનાં મોરયા ગામ પાસે બુલેટ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુાકના મોરાય ગામ પાસે બુલેટ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતા બુલેટ પર સવાર બે આશાસ્પદ યુવાનોના મોત નિપજ્યા છે. બે પૈકીના એક યુવાનના એક મહિના પછી જ લગ્ન હોવાનું જાણવા મળ્યું છે.

નખત્રાણાના નાની વિરાણી ગામના રહેવાસી જત ઓસમાણ મિસરી અને સિંકદર હાજી સુમરાસર ખાતેના મેળાવમાંથી બુલેટ લઈ પોતાના ગામ વિરાણી જઈ રહ્યા હતા. આ સમયે માતાના મઢથી નખત્રાણા તરફ જઈ રહેલી મારુતિ કાર સાથે ટક્કર થઈ હતી. અકસ્માતમાં બંને યુવાનોને ગંભીર ઈજા થતા મોત નિપજ્યા હતા. બંનેના મૃતદેહને નખત્રાણાની સરકારી હોસ્પિટલ પર પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

લગ્નના એક મહિના પહેલા જ યુવકનું મોત થયું

અકસ્માતની ઘટનામાં જે બે યુવાનોના મોત નિપજ્યા છે. તેમાં સિંકદર હાજી નામના યુવાનના તો 24 ફેબ્રુઆરીએ લગ્ન હોવાનું જાણવા મળ્યું છે. લગ્નના એક મહિના પહેલા જ સિકંદરનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.