ગાંધીધામમાં રોડ ક્રોસ કરી રહેલા આધેડને કારે અડફેટે લેતા ઇજાગ્રસ્ત
આ અંગે ફરિયાદ નોંધાવતાં જગતભાઈ આતુભાઈ મહેશ્વરીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તા.25-1ના બપોરના સાડા બાર વાગ્યાની આસપાસ ગાંધીધામ મધ્યે આવેલ મોરખીયા સાહેબની હોસ્પિટલ સામે રોડ પર ફરિયાદીના પિતાજી આતુભાઈ મહેશ્વરી રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ સમય દરમિયાન GJ-12-DM-4211 કારના ચાલકે પોતાના કબજામાં રહેલ કાર પુરઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી આતુભાઈને અડફેટે લીધા હતા. આ ઘટનામાં આતુભાઈને ઇજાઓ પહોચતા તેમને પ્રથમ ગાંધીધામ મધ્યે સ્ટર્લિંગ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને બ્રેન હેમરેજ તથા ફેકચર તેમજ શરીરે મૂઢ ઇજા પહોચી હવાનું જણાવ્યુ હતું. આતુભાઈને વધુ સારવાર અર્થે ભુજ મધ્યે ડિવાઈન હોસ્પિટલ ખસેડાયા હતા. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.