કંડલા મોરબી રોડ પર ટ્રક પલટી ખાઈ જતાં ટ્રક ચાલકનું મોત નીપજયું
આ અંગે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ અનુસાર GJ-20-U-4189ના ડ્રાઈવર ટુંનુકુમાર શિવનારાયણ રાય કંડલાથી કન્ટેનર લઈ મોરબી જઈ રહ્યા હતા. આ સમય દરમિયાન આશરે સાડા ત્રણ વાગ્યાના અરશામાં ટ્રક પલટી ખાઈ જતાં આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. જ્યારે ટ્રક ચાલક ટ્રકમાં ફસાઈ જતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.