ગાંધીધામમાં પાર્ક કરેલ એક્ટિવાની ઉઠાંતરી થતાં ફરિયાદ નોંધાઈ
આ અંગે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં ચુનારામ અચલારામ ચૌધરીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓએ પોતાની માલિકીનું એક્ટિવા તા.20-1ના રાત્રિના પોણા અગિયારેક વાગ્યાના અરસામાં યાદવનગર કાર્ગો ઝૂપડામાં આવેલ ક્રુષ્ણ ભગવાનના મંદિરના આંગણામાં પાર્ક કરી રાખેલ હતું. ત્યારબાદ બીજા દિવસે સવારે સાડા છ વાગ્યાના અરસામાં એક્ટિવા લેવા જતાં એક્ટિવા પાર્ક કરેલ સ્થળ પર જોવા ન મળતા ચોરી થયું હોવાનું જણાઈ આવ્યું હતું. આસપાસ તપાસ કરતાં એક્ટિવા ક્યાય મળી આવ્યું ન હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.