ભુજ તાલુકાના ઢોરી પાસે ખનિજ ચોરી બાબતે ટોળાએ વાહન પર ધોકા ફટકારતા માધાપર પોલીસ મથકે ફરિયાદ નોધાઇ છે.
સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો, RTI એકિટવિસ્ટ હુશેન થેબા ગત બુધવારે ભુજ તાલુકાના ઢોરી ગામની સીમ વિસ્તારમાં તેમના સાથીદાર સાથે વિડીયો બનાવી રહ્યા હતા તે દરમિયાન
RTI એકિટવિસ્ટ હુશેનભાઈ થેબા પર અરુણ છાંગા અને લખમણ કરમણ બતા ઉર્ફે ભુરાભાઈ સાથે ૬ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ કરાઇ છે. તો બીજી તરફ અરૂણ છાંગાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પૈસા પડાવવાની ભાવના સાથે ખોટા બની બેઠેલા RTI એકિટવિસ્ટો પર તંત્ર દ્વારા લગામ કસવામાં આવે તે જરૂરી બન્યુ છે, અવારનવાર ધંધાર્થીઓ પર આવી ખોટી ફરિયાદો કરવાની ધમકી આપી કનડગત થતાં RTI એકિટવિસ્ટો બેલગામ થયા છે. આ મામલે ફરિયાદી હુશેન થેબાએ જણાવ્યું કે, સરકારી બાબુઓની મીઠી નજર હેઠળ ખનીજ ચોરી બેફામ બની છે જેમાં આરટીઆઈ કરાતા સમગ્ર મામલો બહાર આવ્યો છે અને અગાઉ પણ આજ વિસ્તારમાં ખનીજ ચોરી થઈ હોવા છતાં તંત્ર એ ભીનું સંકેલી લઈ દરકાર પણ લીધી નથી.