૪૫ વર્ષ ના અજાણી મહિલાને સુરક્ષિત આશ્રય અપાવતી ભુજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ


તા:- ૨૯ – ૦૧-૨૦૨૩ ના રોજ મુન્દ્રા સીટી વિસ્તારમાંથી રાત્રે ના સમયે એક સજ્જન વ્યક્તિ દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે મુન્દ્રા સીટી ના S.T depo આસપાસ એક અજાણ્યા મહિલા ૨/૩ દિવસ થી આટા-ફેરા મારતા હોય છે અને ત્યાં સુઈ રહે છે.તેથી S. T depo ના કર્મચારીઓ એ તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ પીડિત મહિલા તકલીફમાં દેખાઈ છે. અને કાંઈ બોલતા નથી..તેથી તેમની મદદ માટે ૧૮૧ જરૂર છે.તેવું જણાવેલ.

જેના પગલે ૧૮૧ કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન અને મહિલા કોન્સ્ટેબલ સુથાર અંજલીબેન ઘટના સ્થળે અજાણ્યા બહેન ની મદદ માટે પહોંચ્યા હતા. S. T depo ના કર્મચારીઓ દ્વારા પીડિત મહિલા ને એક સુરક્ષિત જગ્યાએ બેસાડ્યા હતા.તેઓએ વાતચીતના ઘણા પ્રયત્નો કરેલ પરંતુ બહેન બોલતા ન હતા.૧૮૧ ટીમ દ્વારા પીડિત મહિલા નું અસરકારક કાઉન્સેલિંગ કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.પીડિત મહિલા આશરે ઉંમર 45 વર્ષ જણાવેલ. તેવો હિન્દી માં વાતચીત કરતા હતા.પણ જે બોલે તેમ પોતે બિહારના છે તેવું જણાય છે.પીડિત મહિલા તેમનું નામ,પિતાનું નામ જણાવેલ.પરંતુ ક્યાં રહે છે. તે ખબર ન હતી. તેઓ અહીં કેવી રીતે આવી ગયા એ પણ યાદ નો હતું. પીડિત મહિલા કચ્છ માં કોઈ ને ઓળખતા નથી..હાલ પીડિત મહિલા ના વાલી – વારસ કોઈ ખબર નો હતી..જેથી તેઓ ને ભુજ ખાતે આવેલા સખી વન સ્ટોપ સેન્ટર માં પીડિત મહિલા ને લાંબાગાળાના કાઉન્સેલિંગ તેમજ સલામતી અને સુરક્ષા ને ધ્યાનમાં લઈ પીડિત મહિલા ને હાલ સખી વન સ્ટોપ સેન્ટર માં આશ્રય અપાવેલ.