અંકલેશ્વર : તળાવ પાસેથી ઝાડીઑ માં જુગાર ખેલતા ત્રણ ખેલી ઝડપાયા

અંકલેશ્વરના ગડખોલ ગામે આવેલા જીએનએફસીના ખાલી તળાવમાં ઝાડીઓમાં જુગારનો ખેલ ખેલતા 3 આરોપીઓને શહેર પોલીસે પકડી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂ. 21060 અને અન્ય મુદામાલ મળી કુલ રૂપિયા 85560 નો મુદામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે, ગડખોલ ગામ ખાતે આવેલા જીએનએફસી તળાવની ખુલ્લી ઝાડીઓમાં પાનાં પતાનો જુગાર રમાય છે. જેના આધારે કાર્યવાહી કરતાં સ્થળ ઉપર સુરેશ અંબુ વસાવા, હસમુખ દાનજી પટેલ અને ગુમાન મેલા વસાવાને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી પોલીસે અંગ ઝડતીમાં 10930, દાવ ઉપર લાગેલા 10130, મોબાઈલ, ઓક ઓટો રિક્ષા જેની કિંમત રૂ. 35000, હિરો હોન્ડાની બાઇક કિંમત રૂ. 20000 મળી કુલ રૂ. 85560નો મુદામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. સાથે સ્થળ ઉપરથી નાસી ગયા કલ્પેશ પ્રફુલ પટેલ, દેવો ઉર્ફે સંદિપ અને ધર્મેશ નયન પટેલને વોન્ટેડ જાહેર કરી તેમણે પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *