અમદાવાદમાં ચાલુ બસમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા 11 લાખના મુદામાલ સાથે 18 લોકોની અટક

અમદાવાદના એસજી હાઇવે પરથી ચાલુ બસમાં ચાલતો જુગારનો ખેલ પકડી પાડ્યો. આ બસમાં 18 જેટલા વ્યક્તિ મદિરા સાથે જુગાર રમી રહ્યા હતા. પોલીસે 77 હજારથી વધુની રોકડ જપ્ત કરીને 18 વ્યક્તિની અટક કરીને આગળની તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર એસજી હાઇવે પોલીસને બાતમી મળતી વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન સાંઈ ટ્રાવેલ્સ નામની લકઝરી બસને મોહમ્મદ પુરા ચોકડી નજીક પોલીસે ઊભી રાખી હતી. આ બસમાં 18 જેટલા આરોપીઓ મદિરા સાથે જુગાર રમી રહ્યા હતા. ગીરધરનગરમાં રહેતો મીત શાહ નામનો આરોપી લકઝરી બસ ભાડે લઈને જુગાર રમાડી રહ્યો હતો. પોલીસે 18 જુગારીઓ દારૂની બોટલ, મોબાઈલ, લક્ઝરી બસ અને 77 હજારથી વધુની રોકડ સહિતનો કુલ 11 લાખનો મુદામાલ કબજે કરીને આગળની તપાસ હાથ ધરી. ઉલ્લેખનીય છે કે પોલીસે બસને રોકી ચેકિંગ કરી બસમાં જુગાર રમતા 18 જુગારીઓ શરાબની બોટલ, મોબાઈલ, લકઝરી બસ અને 77880ની રોકડ રકમ સહિતનો કુલ 11 લાખનો મુદામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.