માધાપરમાં આધેડ સાથે 20.70 લાખની છેતરપિંડી

ભુજ તાલુકાના માધાપર જુનાવાસમાં રહેણાક આડેધ સાથે 20.70 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની પધ્ધર પોલીસ સ્ટેશને બે આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ લખાવાઇ છે. આ બાબતે મળતી વિગતો અનુસાર કરશન હીરજી ભુડીયા રહે ભુડીયા બજાર જુનાવાસ માધાપર એ રમેશનાથ હીરાનાથ વાદી રહે વાડીનગર ભચાઉ અને એક અજાણ્યા આરોપી જેની પીએસઆઈના નામથી ઓળખ આપી હતી તેના વિરૂધ્ધ ફરિયાદ લખાવાઈ છે. જેમાં પધ્ધરમાં આવેલ ખેતર આવી શખ્સ રમેશનાથે મંદિરના મહંતની ઓળખ આપી વિધિ કરાવવાનું જણાવી તેમાં કોઈ ખર્ચ નહીં થાય તેવી લાલચ આપી ધીરે ધીરે વિધિના નામે રૂપિયા પડાવવાનું ચાલુ કર્યા બાદ વિધિ દરમિયાન એક વ્યક્તિનું મૃત્યુ નીપજયું છે. તેના સેટલમેન્ટ માટે નાણાં આપવા પડશે તેમ કહીને એક અજાણ્યા વ્યક્તિની પીએસઆઈ તરીકેની ઓળખ આપી કુલ રૂ. 16.70 લાખ રોકડા અને 4 લાખના દાગીના મળી કુલ 20.70 લાખની છેતરપિંડી કરી હોવાનું જણાવ્યુ હતું. પોલીસે બંને શખ્સો વિરૂધ્ધ ઠગાઇનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *