ભુજમાં આડેધડ પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાથી નાગરીકોને મુશ્કેલી ભુજ ના પાર્કિંગ પ્લોટ સ્વાહા
ભૂકંપ બાદ ટાઉન પ્લાનીંગ સમયે ભુજ શહેરની ટ્રાફિક સમસ્યા દુર કરવા હેતુસર વિવિધ વિસ્તારોમાં પાર્કિંગ પ્લોટોની જગ્યા મુકવામાં આવી હતી. ભુકંપને 21 વર્ષ થયા પરંતુ શહેરીજનોને આજ સુધી ખબર નથી કે આ પાર્કિંગ પ્લોટ કઇ જગ્યા પર આવેલા છે. આમાંથી અનેક પાર્કિંગ પ્લોટો પર દબાણો થઇ ગયા છે, આ અંગે ઘણા વર્ષોથી જાગૃત નાગરિકો દ્વારા કલેકટર, ભાડા તથા નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં આ પ્લોટ પરથી દબાણો દુર નથી કરાયા.ભૂજ એરીયા ડેવલોપમેન્ટ ઓથોરીટી દ્વારા ભુજ નગરપાલિકાને પાર્કિંગ પ્લોટ ફાળવામાં આવ્યા હતા.પરંતુ ભુજ પાલિકા પાસે ભંડોળ ન હોવાથી ભુજ શહેરના લોકોને પાર્કિંગ પ્લોટની સુવિધા મળતી નથી. હાલ કચ્છમાં પ્રવાસીઓના ધસારા સાથે વાહનોની સંખ્યા વધી રહી છે. ત્યારે પાર્કિંગ પ્લોટ ન હોવાથી પ્રવાસીઓને પણ પાર્કિંગ માટે હાલાકી ભોગવવી પડે છે ભુજ શહેરમાં છેલ્લા 21 વર્ષથી પાર્કિંગ પ્લોટના અભાવને કારણે ટ્રાફિકની સમસ્યાથી જનતા પરેશાન થઈ રહી છે. વર્ષોથી ચૂંટાયેલા નેતા ખાલી વાયદા અને વચનો આપી છૂટા થઈ જાય છે .પંરતુ છેલ્લા બે દાયકાથી પાર્કિંગ પ્લોટ બનાવામાં નથી આવ્યા છે. જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે. પંરતુ વહીવટી તંત્રના સંકલનના અભાવે 21 વર્ષથી ભુજ શહેરને પાર્કિંગ પ્લોટ મળ્યા નથી.