ગાંધીધામમાં રાહદારી યુવકનો મોબાઈલ ઝૂંટવી, બાઈક ચાલક લુટારુ ફરાર

ગાંધીધામમાં પગપાળા જઈ રહેલા રાહદારી યુવકનો મોબાઈલ ઝૂંટવી ચોર ફરાર થઈ ગયા હોવાની ઘટના ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.

આ અંગે ગાંધીધામમાં રહેતા અને નાની ચિરઈમાં એસ.બી.આઈ બ્રાન્ચ ખાતે જુનીયર એસોસિયેટ તરીફે ફરજ બજાવતા ટીપુસુલતાન અબ્દુલ હમીદ ભાટીએ  ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તા.21-1ના રાત્રિના પોણા દસ વાગ્યાના અરસામાં ગાંધીધામ મધ્યે આવેલ પુરોહિત રેસ્ટોરેન્ટથી પોતાના ઘરે પગપાળા જઈ રહ્યા હતા . તે દરમિયાન લીવાઈસ એક્સ્ક્લુસિવ સ્ટોરથી જવાહર ચોક બાજુ પહોચતા પાછળના ભાગેથી એક અજાણ્યો શખ્સ બાઈક પર નીકળેલ અને ફરિયાદીના હાથમા રહેલ રેડમી નોટ 10 પ્રો મેક્સ મોબાઈલ ફોન જેની કિ.રૂ.15,000 થાય છે તે ઝૂંટવી નાસી ગયો હતો. ફરિયાદીના જણાવ્યા અનુસાર ચોરે લાલ કલરનું સ્વેટર પહેરલ હતું જ્યારે બાઈકના નંબર જોઈ શક્યા ન હતા. પોલીસે અજાણ્યા મોબાઈલ ફોન લૂંટેરું વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.