અંતરજાળમાં જુગાર રમતા 3 આરોપીઓ ઝડપાયા: 10,700નો મુદ્દામાલ જપ્ત

આદિપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંતરજાળ ગામમાં આવેલ રોયલ ક્રિષ્ના ચાર રસ્તા પાસે પહોચતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, અંતરજાળ ગામના બસ સ્ટેશનની પાછળ કેબીનની આગળ ખુલ્લામાં અમુક માણસો ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 3 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેય  આરોપીઓ પાસેથી 10,700નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ અનુસાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ:

  1. કિશોરભાઈ મનસુખલાલ ઠક્કર ઉ.વ.60 રહે. શીતારામપુર ભચાઉ તા.ભચાઉ
  2. મહેશભાઈ રાજાભાઈ કોઠીવાર ઉ.વ.28 રહે. ક્રુષ્ણ મંદિરની બાજુમાં બીટા વલાડીયા તા. અંજાર
  3. કિશોરભાઈ ગગુભાઈ કોઠીવાર ઉ.વ.28 રહે. શીતલા માતાજીનાં મંદિરની બાજુમાં મહાવીરનગર અંતરજાળ તા. ગાંધીધામ