ગાંધીધામમાં જુગાર રમતા 3 જુગારપ્રેમીઓ પાંજરે પુરાયા

copy image

ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યો હતો તે દરમિયાન હનુમાન મંદિર પાસે આવતા તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, નુરી મસ્જિદ પાસે હનુમાન મંદિરની સામેના ભાગે જાહેર જગ્યામાં અમુક શખ્સો ગંજીપાના વડે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના  આધારે કાર્યવાહી કરી બાતમી સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા 3 શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસે આ ત્રણેય શખ્સો પાસેથી રોકડા રૂપિયા 4400 તેમજ એક મોબાઈલ ફોન કિ.રૂ.500 મળી કુલ કિ.રૂ.4900નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ:

  1. ગોરાભાઈ રામાભાઈ આહીર ઉ.વ.37 રહે, કાર્ગો યાદવનગર ઝુંપડા ગાંધીધામ
  2. ઝાલુભાઈ બળવંતસિંહ વાઘેલા ઉ.વ.36 રહે. આધોઈ તા. ભચાઉ
  3. પ્રવીણભાઈ ગણેશભાઈ પરમાર ઉ.વ.28 રહે, ગળપાદર તા. ગાંધીધામ