ગાંધીધામ બી-ડિવિજન પોલીસે 5 પત્તાપ્રેમીઓને પાંજરે પૂર્યા :52,650નો મુદ્દામાલ જપ્ત
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન બસ સ્ટેશન પાસે હનુમાન મંદિર પાસે પહોચતા પો.કોન્સ પ્રદિપસિંહ ઝાલાને ખાનગી રાહે બાતમી મળી હતી કે નુરી મસ્જીદ પાસે હનુમાન મંદિરની સામેના ભાગે ખુલ્લા પાર્કિંગમાં ટ્રકોની આડસમાં અમુક શખ્સો જાહેર ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે આ બાતમીના આધારે કાર્યવાહી કરી બાતમી સ્થળ પર દરોડો પાડી ખુલ્લા પાર્કિંગમાં ટ્રકોની આડસમાં જુગાર રમતા 5 જુગારપ્રેમીને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ પાંચ શખ્સો પાસેથી રોકડા રૂપિયા 12,150 તેમજ 5 મોબાઈલ ફોન કિ.રૂ.40,500 મળી કુલ કિ.રૂ.52,650નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ:
- ઈમરાન અબ્દુલ કરીમ વરૈયા ઉ.વ.30 રહે. સોની ફળિયું, રડોલ તા. લીમડી
- ઈકબાલ ઈસ્માઈલ ટીંબલિયા ઉ.વ.32 રહે, મસ્જીદ ફળિયું, રડોલ તા. લીમડી
- અહેમદ ઈબ્રાહિમ વારૈયા ઉ.વ.32 રહે, વારૈયા ફળિયું, રડોલ તા. લીમડી
- નુરાભાઈ કાળુભાઇ ધોળિતર ઉ.વ.40 રહે, ટાવર ફળિયું, રડોલ તા. લીમડી
- વજાભાઈ લક્ષ્મણભાઈ આહીર ઉ.વ.32 રહે, કાર્ગો બાપા સીતારામનગર ઝૂપડા ગાંધીધામ