ભુજમાં ધાણીપાસાનો જુગાર રમતાં પાંચ શખ્સો પકડાયા

ભુજ એ-ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે આશાપુરાનગરમાં દરોડો પાડતા ધાણીપાસા વડે જુગાર રમતા પાંચ આરોપીઓ પકડાયા હતા. આ બાબતની મળતી વિગતો પ્રમાણે ભુજ એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે આશાપુરાનગરમાં જુગાર મુદે દરોડો પાડતા સતાર ઇશાક નોટિયર રહે ભુજ, શૌકત જુસબ લુહાર રહે ભુજ, અમીર હારૂન ભટ્ટી રહે મંજલ, નાવેદ હુશેન સુમારા રહે ભુજ, ફકીરમામદ ઉર્ફે કુકુ હુશેન કુમાર રહે ભુજ ધાણીપાસા વડે જુગાર રમતા રૂ. 6030ના મુદામાલ સાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે જાહેરમાં જુગાર રમવા સબબનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *