ભુજ તાલુકાનાં માધાપરમાંથી એકટીવાની તસ્કરી

ભુજ તાલુકાના માધાપરના નવાવાસમાંથી કોઈ અજાણ્યા આરોપી એકટીવાની તસ્કરી કરી ગયા હોવાની ફરિયાદ લખાવાઇ છે. આ બાબતે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને રોહન કમલેશભાઈ સોની રહે છતનશા પીરની શેરી જૂનાવાસ માધાપર એ ફરિયાદ નોંધાવી છે કે, પોતાનું વાઇટ કલરનું એકટીવા નંબર જી.જે.,12.સી.કે.4546 કિંમત રૂ 20000 વાળું કોઈ અજાણ્યા આરોપી ભીડ બજાર મુક્ત જીવન પંતજલિ સ્ટોર પાસે પાર્ક કર્યું હતું ત્યારે તસ્કરી કરી ગયેલ છે. અજાણ્યા આરોપી વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *