ભચાઉ તાલુકાના સામખિયાળીમાથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટુકડીએ હાઈવે ઉપર આવેલી હોટેલ અને રહેણાંક સ્થળેથી દારૂનો જથ્થો ઝડપ્યો
ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ રાજ્યમાં થતી ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા જુગારની પ્રવુતિને ડામવા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સામખીયાળી ખાતે હાઈવે રોડ ઉપર રાધનપુર તરફ જતાં રસ્તાના જંકશન પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, સામખીયાળીથી મોરબી જતાં હાઈવે રોડ ઉપર સામખીયાળી ત્રણ રસ્તાના ઓવરબ્રીજ જંકશનના પુલ ઉતરતા ડાબી સાઈડ આવેલ ચામુંડા હોટલ નામની ચા પાણીની કેબીનમાં સામખીયાળી ગામમાં કૃષ્ણ નગર, મોરી વાસમાં રહેતો પ્રભુ જીવાભાઈ આહીર માણસો રાખી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયર તેમજ દેશી દારૂ રાખી વેપાર કરાવે છે અને બાકીનો જથ્થો તેના રહેણાક મકાન મધ્યે રાખેલ છે. પોલીસે બાતમીના આધારે કેબીન પર દરોડો પાડી રોહીત કાનાભાઈ સુરાણી અને સોહીલ હાજીભાઈ થેબાને ઝડપી પાડ્યા હતા. પોલીસે કેબિનમાં તપાસ કરતાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની દારૂની 27 બોટલો તથા બીયર ટીન નંગ-47 મળી કુલ 16,961 તથા રોકડા રૂપિયા 5900 તથા 2 મોબાઈલ ફોન કિ.રૂ.10,000 મળી કુલ કિ.રૂ.32800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી અર્જુન ઉર્ફે અજુડો અને પ્રભુ જીવા બાલા નાસી ગયા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.