ભુજના સંસ્કારનગરમાથી બાઈકની ઉઠાંતરી થતાં ફરિયાદ નોંધાઈ
આ અંગે પ્રદીપભાઈ ઈશ્વરદાનભાઈ ગઢવીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે તેઓ પોતાની માલિકીનું GJ-12-EL-4867 બાઈક સંસ્કારનગર એમ્પાયર ટાવર પાસે આવેલ અલ્પેશ જનરલ સ્ટોલની સામે આવેલ ખુલ્લી જગ્યામાં પાર્ક કરી ગયેલ હતા. ત્યારબાદ પરત ફરતા પાર્ક કરેલ સ્થળ પર બાઈક જોવા મળ્યું ન હતું અને ભૂલથી બાઈકની ચાવી બાઈકમાં રહી ગયેલ હતી. ત્યારબાદ આસપાસ તપાસ કરતા બાઈક અંગે કોઈ જાણકારી મળી આવી ન હતી. ભુજ એ-ડિવિઝન પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.