ગાંધીધામમાં બાઈકની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ
આ અંગે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં કાયાભાઈ પંચાણભાઈમહેશ્વરીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ તા.31-1ના રાત્રિના દસેક વાગ્યે પોતાની માલીકીની GJ-12-ક્યુ-6723 બાઈક દ્વારા મહેશ્વરી નગરમાં રહેતા શંકરભાઈ રાણભાઈના ઘરે ગયા હતા અને તેમણે પોતાની બાઈક શંકરભાઈના ઘરની સામેના ભાગે પાર્ક કરી હતી. ત્યારબાદ પોણા અગિયારેક વાગ્યે બહાર નિકડી બાઈક લેવા જતાં બાઈક પાર્ક કરેલ સ્થળ પર મળી આવ્યું ન હતું. ત્યારબાદ આસપાસ તપાસ કરતાં બાઈક અંગે કોઈ જાણકારી ન મળતા ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.