ગાંધીધામમાં હાથ બનાવટની પીસ્ટલ, 2 નંગ મેગજિન તથા 16 નંગ જીવતા કાર્ટિજ સાથે આરોપીને ઝડપી પાડતી બી-ડિવિઝન ગાંધીધામ
ગાંધીધામ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કાર્ગો યાદવનગર પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, પી.એસ.એલ.કાર્ગો વિસ્તારમાં રહેતા ચંદનકુમાર પાસવાન પાસે હાથ બનાવટની પિસ્ટલ છે અને તેઓ પી.એસ.એલ ગ્રાઉન્ડમાં છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી ગ્રાઉન્ડ પર રેડ પાડી ચંદનકુમાર દિલિપ પાસવાન ઉ.વ.19 રહે. કાર્ગો પી.એસ.એલ. ઝૂપડા ગાંધીધામ મૂળ રહે, જંગીપુર થાના શારે જી. નાલંદા વિશ્વવિધાલય બિહાર વાળાને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી હાથ બનાવટની પીસ્ટલ, એક મેગજિન કિ.રૂ.25,000 તથા 16 નંગ જીવતા કાર્ટિજ કિ.રૂ.4800 તથા એક મોબાઈલ ફોન કિ.રૂ.2000 મળી કુલ.કિ.રૂ.31,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે આરોપીને હથિયાર અંગે પૂછતા તેણે આ હથિયાર પોતાના વતનમાં ગામમાં રહેતા અજય પાસવાન પાસેથી ખરીદ્યું હોવાનું અને 2 દિવસ અગાઉ ટ્રેન મારફતે આવી કાર્ગોમાં રહેતા ગુલામભાઇને આપવાનું હોવાનું જણાવ્યુ હતું. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.