જામનગર શહેર રણજીતનગર જુનો હુડકો માંથી નશાકારક કેફી પીણાની બોટલ નંગ-૪૬૮ પકડી પાડતી જામનગર એસ.ઓ.જી
જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબે જામનગર જીલ્લાના ચાલતી અસામાજીક પ્રવૃતિ કરતા ઈસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ જે અંગે એસ.ઓ.જી., ના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી બી.એન.ચૌધરી સાહેબ તથા પોલીસ સબ ઈન્સપેકટર શ્રી જે.ડી.પરમાર સાહેબ ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમા રહેલ હતા,
દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના પોલીસ હેડ કોન્સટેબલ રમેશભાઇ ચાવડા તથા મયુદીનભાઇ સૈયદ તથા અરજણભાઈ કોડીયાતરને મળેલ બાતમી આધારે રણજીતનગર જુનો હુડકો ઘર નં-૧૧૫૭ માં રહેતા નરેન્દ્ર આસનદાસ કટારમલ પોતાના રહેણાક મકાને શંકાસ્પદ નશાકારક કેફી પીણું રાખી તેનુ વેચાણ કરતો જેથી સદર જગ્યાએ રેઇડ કરતા (૧) “SUNNINDRA” ની કુલ ૧૨૦ બોટલો કુલ કિ.રૂ.૧૮,૦૦૦/- (૨) “KAL MEGHASVA” ની કુલ ૧૨૦ બોટલ કુલ કિ.રૂ.૧૮,૦૦૦/-(૩) “STONARISHTHA” ની કુલ ૨૨૮ બોટલ કુલ કી.રૂ.૩૪,૨૦૦/- એમ કુલ ૪૬૮ બોટલ ની કી.રૂ.૭૦,૨૦૦/- નો મુદામાલ પકડી સીટી સી પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઇ ચંન્દ્રસિહ જાડેજાએ જાણવા જોગ દાખલ કરાવી આગળની તપાસ શરૂ કરવામા આવેલ છે.