કોડકી રોડ પર કાર ચાલકે એક્ટિવાને અડફેટે લેતા, એક્ટિવા ચાલક ઈજાગ્રસ્ત
આ અંગે પોલીસના સતાવર સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર કાર ચાલકે એક્ટિવાને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટના સવારે કોડકી રોડ ચાર રસ્તા ત્રિ મંદિર બાજુ જાતા રોડ પર સાડા નવ વાગ્યાના અરસામાં સર્જાઈ હતી. જશવંતસિંહ પોતાની માલીકીની GJ-12-DH-7446 ટુ-વ્હીલર દ્વારા જઇ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા ફોર વ્હીલર ચાલકે પાછળથી ઠોકર મારતા એક્ટિવા ચાલકને ઇજાઓ પહોચી હતી. ત્યારબાદ તેમને સારવાર અર્થે લેવા પટેલ હસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે જશવંતસિંહને ડાબા હાથમાં ખભાના ભાગે ડાબી બાજુ પાંસડીના ભાગે ફેકચર , કપાળના ભાગે ફ્રેકચર તેમજ સાધારણ હેમરેજ જેવી ઇજાઓ થઈ હોવાનું જણાવ્યુ હતું. ભુજ એ-ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.