નાના કપાયામાં જુગાર રમતા 7 જુગારીઓ ઝડપાયા: 42,490નો મુદ્દામાલ જપ્ત
મુન્દ્રા પોલીસ પ્રોહિબિશન તથા જુગારની ગેરકાયદેસર થતી પ્રવૃતિને ડામવા પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નાના કપાયા ગામના બસ સ્ટેશન પાસે પહોચતા તેમને ખાનગીરાહે ચોક્કસ બાતમી મળી હતી કે, નાના કપાયા ગામે આવેલ જીતુભાઈની કોલોનીની આગળના ભાગે જાહેરમાં અમુક શખ્સો લાઇટના અજવાળે ગંજીપાના વડે તીનપત્તીનો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 21,490, 6 મોબાઈલ ફોન કિ.રૂ.21,000 મળી કુલ કિ.રૂ.42490નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ:
- આસપન ઉર્ફે આશો પચાણભાઈ ગઢવી ઉ.વ.34 રહે, નાના કપાયા તા. મુન્દ્રા
- ગર્જનસિંહ ગુલાબસિંહ ઘોષ ઉ.વ.36 રહે. હાલે મીઠુકાકાની કોલોનીમાં નાના કપાયા તા. મુન્દ્રા
- મહેશ ફતેહસિંહ વર્મા ઉ.વ.31 રહે હાલે સાગરકોલોની નાના કપાયા તા. મુન્દ્રા
- રામકિશોર જંગજીત વર્મા ઉ.વ.29 રહે. હાલે સાગર કોલોની નાના કપાયા તા.મુન્દ્રા
- પ્રદીપકુમાર શુશીલકુમાર જાટબ ઉ.વ.32 રહે હાલે-જીતુકાકાની કોલોની નાના કપાયા તા.મુન્દ્રા
- કરતારસિંહ હલકાઈસિંહ ઘોષ ઉ.વ.32 રહે હાલે જિંદાલ લેબર કોલોની નાના કપાયા તા. મુન્દ્રા
- રહીશ રઘુનાથ ઘોષ ઉ.વ.36 રહે હાલે-જિંદાલ લેબર કોલોની નાના કપાયા તા.મુન્દ્રા