વાહન ચોરીના ગુનામાં ફરાર આરોપીને પકડી પાડતી એલ.સી.બી. જામનગર
પોલીસ મહાનિરિક્ષક શ્રી અશોક કુમાર સાહેબ રાજકોટ વિભાગ-રાજકોટ નાઓએ ફરાર આરોપીઓને પકડી પાડવા અંગેની ડ્રાઇવનુ આયોજન કરેલ હોય,જેથી પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, સાહેબ નાઓએ ફરાર આરોપીઓને પકડી પાડવા અંગે એલ.સી.બી.પોલીસ ઇન્સ.શ્રીને સુચના કરતા એલ.સી.બી પોલીસ ઇન્સ.શ્રી જે.વી.ચૌધરી તથા પો.સ.ઇ.શ્રી.એસ.પી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તાર પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન એલસીબી,સ્ટાફના યશપાલસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા તથા યોગરાજસિંહ રાણા ને બાતમીદાર થી હકિકત મળેલ કે, જામ સીટી સી ડીવી પો.સ્ટે ના ગુનાની ફરાર આરોપી વિપુલભાઇ જયેશભાઇ મકવાણા રહે. દરેડ,મુરલીધર સોસાયટી તા.જી.જામનગર વાળો જામનગર દિજામ સર્કલ પાસે આવેલ હોવાની બાતમી આધારે પકડી પાડી,મજકુર વિરૂધ્ધ એ.એસ.આઇ. સંજયસિંહ વાળા એ કાયદેસર કાર્યવાહી કરેલ છે