ગાંધીધામમાં બંધ મકાનમાથી 1.13 લાખની તસ્કરી

ગાંધીધામમાં બંધ મકાનનું તાળું તોડી ચોરે સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ લઈ છુ મંતર થઈ ગયો હોવાની ફરિયાદ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.

આ અંગે ફરિયાદ નોંધાવતાં તેજનારાયણ રાજેન્દ્રસીંગ સીંગે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તા.31-1ના તેઓ ચારેક વાગ્યે પોતાના ઘરને તાળું મારી પંજાબ ફરવા માટે ગયેલ હતા. ત્યારે 3-2ના સવારના આશરે સાડા છ એક વાગ્યાના અરસામાં ફરિયાદીને તેમના પાડોશી અજીતકુમારે ફોન દ્વારા જણાવ્યુ હતું કે તમારા ઘરના તાળાં તૂટેલ છે જેથી ચોરી થઈ હોવાનું જણાઈ આવે છે. જેથી ફરિયાદીએ તા.10-2ના સાંજના સાતેક વાગ્યે ઘરે પરત ફરી તપાસ કરતાં ઘરની અંદરનો લાકડાના કબાટનો લૉકર તૂટેલ હાલતમાં નજરે પડ્યો હતો. જેથી તપાસ કરતાં કબાટમાં મુકેલ સોનાનું મંગળસૂત્ર , સોનાની બુટી, સોનાની વીંટી, ચાંદીના પાયલ, મળી કિ.રૂ.80000ના દાગીના તેમજ રોકડા રૂપિયા 33000 મળી કુલ.કિ.રૂ. 1.13 લાખની તસ્કરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.