ધ્રબ ગામમાં જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાયા: 40,470નો મુદ્દામાલ જપ્ત
મુન્દ્રા પોલીસ પ્રોહી તથા જુગારની ગેરકાયદેસર થતી પ્રવૃતિને ડામવા પેટ્રોલીંગ કરી હતી તે દરમિયાન ધ્રબ ગામની સીમમાં વિલ્માર કંપની પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ધ્રબ ગામની સીમમાં વિલ્માર કંપની પાસે અદ્રિમની કોલોનીના બહારના ભાગે ઓટલા પર ખુલ્લામાં અમુક શખ્સો ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે.પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી બાતમી સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે 6 આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 10,470 તથા 6 મોબાઈલ ફોન કિ.રૂ.30,000 મળી કુલ કિ.રૂ.40,470નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પકડાયેલ આરોપીઓ:
- દિપક જયપ્રકાશ સહાની ઉ.વ.28 રહે, અદ્રિમની કોલોની વિલ્માર કંપની સામે ધ્રબ
- નીતિશકુમાર રણજીત સહાની ઉ.વ.22 રહે, અદ્રિમની કોલોની વિલ્માર કંપની સામે ધ્રબ
- ક્રિષ્નાકુમાર શંભુ સહાની ઉ.વ.23 રહે, અદ્રિમની કોલોની વિલ્માર કંપની સામે ધ્રબ
- શીવનાથકુમાર નરેશ સહાની ઉ.વ.24 રહે, અદ્રિમની કોલોની વિલ્માર કંપની સામે ધ્રબ
- સીતારામ બજ્જર સહાની ઉ.વ.34 રહે, અદ્રિમની કોલોની વિલ્માર કંપની સામે ધ્રબ
- પંકજ બચુ યાદવ ઉ.વ.38 રહે, અદ્રિમની કોલોની વિલ્માર કંપની સામે ધ્રબ