અજાપરની કંપનીમાથી રૂ.5.86 લાખની સામગ્રીની તસ્કરી

અજાપરમાં આવેલ ડી ફેબ્રીકોમ તથા ડી ડેવલોપમેન્ટ કંપનીમાથી કોપરના કંટ્રોલ કેબલ વાયર કિ.રૂ.3,50,000 તેમજ લોખંડના એલ્બો આકારના પાઈપો નંગ 22 લેખે કુલ કિ.રૂ.44,000 તથા સ્ટીલનીના પાઈપના ટુકડા કિ.રૂ.1,65,000  તથા સ્ટીલની ફ્લેચની નંગ 18 કિ.રૂ.27000 મળી કુલ કિ.રૂ.5,86,000ની તસ્કરી થઈ હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઈ છે.

આ અંગે કંપનીના એચ.આર મેનેજર જગજિતનકુમાર બ્રજનંદનસિંઘની ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ ઘટના 21-1થી 11-2 સુધીમાં બની હતી. અજાણ્યા આરોપીઓએ એકમના ટાવર સેકશન યાર્ડમાંથી બે સેકશનમાંથી કોપરના કન્ટ્રોલ કેબલ વાયર 3,50,000ની તસ્કરી કરી હતી. આ ઉપરાંત આ એકમની બાજુમાં પ્લોટ નં. 17થી 18 સર્વે નં. 122વાળી’ જમીનમાં આવેલી ડી-ડેવલોપમેન્ટ નામની કંપનીમાં પણ ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ રો-મટીરીયલ સ્ટોરેજમાંથી’ લોખંડના એલ્બો આકારના પાઈપો’ નંગ 22 કિંમત રૂા. 44 હજાર, લોખંડ તથા સ્ટીલની પાઈપ લાઈનના ટુકડા નંગ 55 કિં. રૂા. 1.65 લાખ તથા બંધ સ્ટોરરૂમમાંથી’ સ્ટીલની બનેલ ફલેચ નંગ 18 કિ. રૂા. 27 હજારની આમ મળી કુલ કિ.રૂ.5,86,000ની  ચોરીને અંજામ આપાયો હતો. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.