રિશિકીરણ ટર્મિનલ લિમિટેડ કંપનીમાથી 80 કિલો ભંગારની તસ્કરી

રિશિકીરણ ટર્મિનલ લિમિટેડ કંપનીની દીવાલ ઉપર લગાવેલ ફેંસિગ તાર કાપી ચોર કંપનીની અંદર પ્રવેશ કરી પ્લોટમાં નવી બનતી ટેંક પાસે રાખેલ ભંગારના અલગ-અલગ ટુકડામાથી આશરે 80 કિલો કિ.રૂ.8000ની તસ્કરી કરી હોવાની ફરિયાદ કંડલા મરીન પોલીસ મથકે નોંધાઈ છે.

આ અંગે ફરિયાદ નોંધાવતાં લખમણભાઈ કારૂભાઈ ચુડાસમાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ કંપનીમાં પ્રોજેકટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તા.10-2 તેમને કંપનીના લોડીંગ ઓફિસર હરભજનસિંગનો ફોન આવેલ કે અમુક શખ્સો કંપનીમાં ચોરી કરી દીવાલ કૂદી નાસી ગયેલ છે. જેથી ફરિયાદીએ કંપનીમાં જઈ સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરતાં એક શખ્સ કંપનીમાથી ભંગારની ચોરી કરી દીવાલ બાજુ લઈ ગયેલ હોવાનું અને દીવાલ પર બીજો શખ્સ ભંગારને બહારની બાજુ મૂકતો હોવાનું જણાઈ આવ્યું હતો. કંપની અંદર નવી બનતી ટેંક પાસે રાખેલ આશરે 80 કિલો કિ.રૂ.8000ની તસ્કરી કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.