કુકમાં પાસે ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું મોત નીપજયું

આ અકસ્માત અંગે ભચુભાઈ વેલજીભાઈ મહેશ્વરીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેમનો પુત્ર મુકેશ તા.12-2ના ગાંધીધામથી પોતાની માલીકીની GJ-01-NU-4236 બાઈક દ્વારા ભુજ પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન કુકમાથી થોડે આગળ GJ-12-y-7875ના ટ્રક ચાલકે પોતાના કબજાનું વાહન પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી ફરિયાદીના પુત્રને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ફરિયાદીના પુત્ર મુકેશને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેને ભુજ સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મુકેશને મૃત જાહેર કર્યો હતો. તો ટ્રક ચાલક અકસ્માત  સર્જી નાસી ગયો હતો. પધ્ધર પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.