લાખણિયામાં જુગાર રમતા 4 જુગારીઓ ઝડપાયા

નલિયા પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન લાખણિયા બસ-સ્ટેશન પાસે આવતા તેમણે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, હસણ જુસબ ઓઢેજા પોતાના રહેણાંક ઘરના ખુલ્લા કમ્પાઉન્ડમા બહારથી માણસો બોલાવી ધાણી પાસે વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડી રહ્યો છે. પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી ધાણી પાસા વડે જુગાર રમતા 4  આરોપીને પકડી પાડ્યા હતા. પોલીસે ચારેય શખ્સો પાસેથી રોકડા રૂપિયા 7320 કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ:

  1. હસણ જુસબ ઓઢેજા ઉ.વ.40 રહે. લાખણિયા
  2. અલુ જુશા કોલી ઉ.વ.38 રહે. બાંભડાઈ ફળિયું નલિયા
  3. મહાવીરસિહ દાજીભા સોઢા ઉ.વ.29 રહે. તેરા
  4. અયુબ ઓસમાણ હિંગોરજા ઉ.વ.42 રહે. ગોયલા