મુન્દ્રા પોલીસે કારમાં દારૂની હેરાફેરી કરતાં શખ્સને ઝપડ્યો
મુન્દ્રા પોલીસ ડાક બગલા પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, શક્તિનગર સર્કલ બાજુથી સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર ગાડી GJ-12-EE-2864મા દેશી દારૂ ભરીને ડાક બગલા બાજુ આવવાની છે. પોલીસ ડાક બગલા પાસે વોચમાં હતી તે દરમિયાન ઉપરોક્ત કાર આવતા ઈશારો કરી ઊભી રખાવી કાર ચાલક વાલા પુજા ગઢવી ઉ.વ.55 રહે.વવાર વાળાને ઝડપી પાડ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતાં 2000નો દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ તથા કાર મળી કુલ કી.રૂ.2,02000નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.