આદિપુરમાં ક્રિકેટ પર ઓનલાઈન સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
આદિપુર પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન એસ.બી.આઈ.બેન્ક મૈત્રી સ્કુલ પાસે પહોચતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, આદિપુરમાં રહેતો શૈલેષ ભાટીયા ચોસઠ બજારમાં આવેલ શિવ હેર કેર નામની દુકાનની આગળ હાલમાં ચાલી રહેલ પાકિસ્તાન સુપરલીંક મુલ્તાન સુલતાન વર્સિસ કોટા ગ્લેડિયટર્સમાં ઓનલાઇન સટ્ટો રમી રમાડી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે બાતમીવાળા સ્થળે દરોડો પાડી ઉપરોક્ત આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા 3850 તથા એક મોબાઈલ ફોન કિ.રૂ.10000 મળી કુલ કિ.રૂ.13850નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.