માતાનામઢ ચાચરકુંડ ગોલાઈ પાસે કાર અને બાઈકનો અકસ્માત સર્જાયો

માતાનામઢ ચાચરકુંડ ગોલાઈ પાસે ઇકો કાર તથા બાઈકનો અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બાઇક ચાલક તથા બે સવારને ઈજાઓ પહોચી હતી. આ અંગે દયાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પેથાભાઈ કુંભાભાઈ ગોરડીયાએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓ તા.14-2ના પોતાની માલીકીની GJ-12DH-4597 બાઇક વડે પોતાના પત્ની નાથીબેન તથા તેમના દીકરા દિનેશ સાથે વાડિયેથી પરત ફરી રહ્યા હતા. તે સમયે ફરિયાદી બાઇક ચલાવી રહ્યા હતા અને તેમના પત્ની અને પુત્ર પાછળ બાઇક પર સવાર હતા. આ દરમિયાન તેઓ માતાનામઢ ચાચરકુંડના ગોલાઈ પાસે પહોચ્યા ત્યારે સામેથી આવી રહેલ GJ-27-AH-6272ના ઇકો ચાલકે પોતાના કબજામાં રહેલું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઇકને સામેથી ટક્કર મારી હતી. આ ઘટનામાં ફરિયાદી તેમના પત્ની તથા પુત્ર રોડ પર ફાંગોળાઈ ગયા  હતા. ત્રણેયને ઈજાઓ પહોચતા તેમને સારવાર અર્થે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરિયાદીને હાથમાં તેમજ છાતીના ભાગે ઇજા પહોચી હોવાનું અને તેમના પત્નીને જમણા હાથે ફેકચર સહિતની ઈજાઓ જ્યારે તેમના પુત્ર દિનેશને પણ ડાબા હાથે ફેકચર, પગના ઘૂંટણ પાસે ફેકચરની સહિતની ઈજાઓ પહોચી હોવાનું જાણવા મળ્યું હતું. દયાપાર પોલીસે ઇકો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.