આધોઈમાં કંપનીમાથી 69 હજારના રીએક્ટરની તસ્કરી

આધોઈમાં આવેલ ગેટ્કો કંપનીમાથી ત્રણ રિએકટરની તસ્કરી થઈ હોવાની ફરિયાદ સામખીયારી પોલીસ મથકે નોંધાઈ છે.આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં અશોકભાઈ દાનાભાઈ આરેઠીયાએ જણાવ્યુ હતું કે , તા.5-2ના સાંજના તેમને પી.એસ.મેજરાણીએ ફોન દ્વારા જણાવ્યુ હતું કે 3 રિએકટર કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી લઈ ગયેલ છે. જેથી ફરિયાદીએ ઘટના સ્થળે જઈ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, ચોર યાર્ડની દીવાલ કુદીને આવેલ અને તીક્ષ્ણ હથિયાર વડે કાપી 3 રિએકટર કિ.રૂ. 69,219ની ચોરી કરેલ છે. આ ઘટના તા.4-2ના બપોરના 2 વાગ્યાથી તા.5-2ના સાંજના 5:30 દરમિયાન બનેલ છે. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.