અંજારના માથકમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી રૂ. 25,000 નું કોમ્પ્યુટર કોઈ ઈસમો ચોરી ગયા

અંજારના માથકમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી રૂ. 25,000 નું કોમ્પ્યુટર કોઈ ઈસમો ચોરી ગયા હતા. માથકમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તસ્કરીની ઘટના ગત તા 8/12 ના રાત્રિના અરસામાં બની હતી. આરોગ્ય કેન્દ્રના મુખ્ય દરવાજાનું તાળું તોડી નિશાચરો અંદર ધૂસ્યા હતા. અને કોમ્પ્યુટર રૂમમાં રાખેલા રૂ. 25,000ના કોમ્પ્યુટર તસ્કરી કરીને નાસી છૂટયા હતા. આ ઘટના અંગે યોગીપુરમના બંશીબેન ભરત ખંડેરિયાએ પોલીસ ફરિયાદ લખાવી હતી. પૂર્વકચ્છમાં પોલીસ માટે એક સાંધે ત્યાં તેર તૂટેનો તાલ સર્જાયો છે. શિયાળાની ઋતુ શરૂ થઈ છે. અને પોલીસ માટે તસ્કરો પડકાર પર પડકાર આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *