માધાપરની પરિણીતાએ નજીવી બાબતે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

માધાપર પોલીસે મથકે માધાપરના નવાવાસની વૃંદાવન સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ ટાંકે આ અંગે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેનો તેની પત્ની નિરાલી સાથે બીજી જગ્યાએ મકાન ભાડે રાખવા બાબતે વાતચીત થઈ હતી. જે બાબતે તેમની પત્ની નિરાલીએ બપોરે પોતાના રૂમમાં પંખામાં દુપટ્ટા બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. .હતભાગીને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ મધ્યે સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવને પગલે માધાપર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.