શિકરા બંધડી સીમમાથી 14,82,600નો શરાબ ઝડપાયો

ભચાઉ પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, શીકરા ગામની સીમમાં મુકેશ જગા વેરાતનું શીકરા બંધડી શેઢાની બાજુમાં મારારો તળાવડા વાળી સીમમાં ખેતર આવેલ છે અને તે ખેતર હાલમાં સુખડી પેટે મુકેશ મનજીભાઈ શામળિયા વાવેતર કરે છે. જેઓ લોધેશ્વર પાસે ચાની હોટલ ચલાવે છે.જે ખેતરમાં ચોકીદાર તરીકે લક્ષ્મણ સનાભાઈ સંઘારને રાખેલ છે. ચોકીદાર તથા રાહુલ હોથીભાઈ છુછીયાએ અન્ય સાથે મળી ખેતરમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી ઉપરોક્ત ખેતર પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા. પોલીસે ખેતરમાં આવેલ ભૂંગાની તલાસી લેતા ભારતીય બનાવટનું વિદેશી દારૂ હોવાનું જણાઈ આવ્યું હતું તેમજ બાજુમાં આવેલ ખાડા પર પ્લાસ્ટિક હટાવી જોતાં તેમાં પણ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ભારતીય બનાવટની વિદેશીદારૂની 750 મી.લી.ની બોટલો નંગ 2520 કિ.રૂ.9,45,000 તથા 180 મી.લી.ના ક્વાટરિયા નંગ 5376 કિ.રૂ.5,37,600 મળી કુલ કિ.રૂ.14,82,600નો શરબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે લક્ષ્મણ સનાભાઈ સંઘાર રહે શીકરા , રાહુલ હોથીભાઈ છુછીયા રહે. નવાગામ તથા અન્ય સંકાડાયેલ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.