સામાખીયાળી પાસેની ઈટી કંપનીમાં અકસ્માતે યુવાનનું મૃત્યુ

સામાખીયાળી પાસે ઇલેક્ટ્રોથોમ કંપનીમાં બપોરના અરસામાં સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજયું હતું. આ અંગેની મળતી વિગતો પ્રમાણે ઇલેક્ટ્રોથોમ કંપનીના સ્ટીલ બેરીંગ વિભાગમાં બપોરના અરસામાં ફરનેશમાં એકાએક ધડાકો થયો હતો. અને લોખંડનો ટુકડો ઉછળી કામ કરતાં હિતેન્દ્રસિંહ બળદેવસિંહ ઝાલાને પેટમાં વાગતા ગંભીર રીતે ઇજાઓ પહોચી હતી. જો કે, સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે તે પહેલાં જ તેનું મોત નીપજયું હતું. ભચાઉ પ્રાથમિક હેલ્થ સેન્ટરના ડો.કે.કુમારે સામાખીયાળી પોલીસ સ્ટેશને જાણ કરી હતી કે, ઈટી કંપનીના કર્મચારી હિતેન્દ્રસિંહ ઝલનો મૃતદેહ પીએમ માટે અહી લાવવામાં આવ્યો છે અને ઘટના અંગેની જાણ કરતાં સામખિયાળી પોલીસે અકસ્માત મૃત્યુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.