સુખપર પાસે કાર અને બાઈકના અકસ્માતમાં યુવતીનું મૃત્યુ

સુખપર પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક પાછળ બેઠેલી યુવતીનું કાળભેટી ગયો હતો. જ્યારે બાઈકચાલકને ઇજાઓ થઈ હતી. આ બાબતે ભુજ તાલુકા પોલીસ સ્ટેશન હિતેનભાઇ દયારામભાઈ કતીરા (રહે માધવવીલા અંજાર) એ ફરિયાદ નોંધાવી છે કે, મોટર સાયકલ હોન્ડા નંબર જી.જે.12.સી.એફ.3712 ના ચાલકે પૂરઝડપે અને અને ગફલતભરી રીતે મોટર સાયકલ ચલાવી કાર સાથે તકરવી પોતાને નાની મોટી ઇજાઓ કરી પાછળ બેઠેલ યુવતીને ગંભીર ઇજાઓ થતાં મરણ પામેલ છે. આ ઘટનામાં બાઈકચાલક રમેશ વેલજી કોલી ઇજાઓ થવા પામી હતી. જ્યારે બાઇક પાછળ બેઠેલ સામાબાઈ રમેશભાઈ કોલી ઉ.વ. 22 ને ગંભીર ઇજાઓ થતાં મોત નીપજયું હતું. ઘટના બાબતે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *