ગળપાદર થી અંજાર જતાં માર્ગ પર પુરઝડપે આવી રહેલી બાઇક સ્લીપ થઈ જતાં ચાલક યુવકનું મોત એક ને ઇજા

અંજાર ગળપાદર રોડ ઉપર બાઇક સ્લીપ થઈ જતાં યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. આ યુવક ગળપાદર થી અંજાર તરફ આવી રહ્યો હતો. ત્યારે આ રસ્તા ઉપર હનુમાનજીના મંદિરની સામે હીરો હોન્ડા બાઇક જેના નંબર છે જી.જે.12.ડીઆઈવી. 2091 વાળો યુવક પોતાની બાઇક સ્પીડમાં ચલાવતો હોવાથી બાઇક ઉપરથી પોતાનો કાબુ ગુમાવીદેતાં બાઇક રસ્તા ઉપર સ્લીપ થઈ ગઈ હતી. તેનો સવાર અરસીદ ગનીભાઇ અબાસી રહે મેધપર બોરીચી વાળાને ગંભીર ઇજા પહોચતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈકની પાછળ બેઠેલા સહાદે મોહસીનને પણ ઇજાઓ થઈ છે. જેની તપાસ પોલીસ દ્રારા ચલાવાઈ રહી છે.