મુંદરામાંથી નશાકારક આયુર્વેદિક સિરપની 36 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

મુંદરામાં આધાર-પુરાવા વગરના આયુર્વેદિક હર્બલ ટોનિકના જથ્થા સાથે એક શખ્સને મુંદરા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ ઝડપી પાડ્યો હતો.

મુંદરા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ ગઇકાલે પેટ્રોલિંગ હતા એ દરમિયાન મળેલી બાતમીના આધારે સદ્ગુરુ સ્માર્ટ વિલેજ સોસાયટીના ગેટની બાજુમાં આવેલા સદ્ગુરુ એન્ટરપ્રાઇઝ નામની દુકાન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આધાર-પુરાવા વિનાની હર્બલ સિરપની બોટલ નંગ-36 જેની કિ. રૂા. 5220 સાથે આરોપી રાહુલપુરી પ્રતાપપુરી ગોસ્વામી (મૂળ રહે. ડુમરા)ને પકડી પાડી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.