ચીરઈના માલધારી સાથે સસ્તા ખોળ-ભુસાના નામે 50 હજારની ઠગાઈ કરાઈ

ભુજમાં ચીરઈના માલધારી સાથે સસ્તામાં ખોળ-ભૂસો આપવાની લાલચ આપી 50 હજારની છેતરપિંડી અચરાઇ હોવાની ફરિયાદ ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.

આ અંગે ધોનુભાઈ રણછોડ ભરવાડે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા. 21-2ના ભુજથી અબ્રાહમ નામનો ઈસમ તેના વાડા ઉપર વેચાઉ ભેંસ લેવા માટે આવ્યો હતો. ફરિયાદી પાસે વેચાઉ ભેંસ ન હોતા તે બાજુના વાડામાં ભેંસ માટે ગયો હતો પરંતુ બાજુના વાડામાં પણ વેચાઉ ભેંસ ન હતી. આથી તે ફરી ફરિયાદીના વાડે આવેલ અને ફરિયાદી તથા દીકરાના મોબાઇલ નંબર લઇ ગયો હતો અને બીજા દિવસે તેનો ફોન આવ્યો હતો અને સસ્તા ભાવે ખોળ-ભૂસું લેવું હોય તો ભુજ આવો તેવું જણાવ્યું હતું. જેથી ફરિયાદી રોકડા રૂા. 50 હજાર સાથે ભુજના આર.ટી.ઓ. સર્કલ પાસે આવ્યા હતા.  તે દરમિયાન આરોપી અબ્રાહમ તથા સાથે બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. અબ્રાહમને  રોકડા રૂા. 50 હજાર આપ્યા બાદ તેણે જણાવ્યું કે હું કહું ત્યાથી ખોળ-ભુસો લઈ જજો અને ત્રણેય ત્યાથી નીકળી ગયા હતા. ત્યારબાદ તેઓએ ફરિયાદીને કહેલ કે  કુકમા આવો ત્યાંથી ખોળ-ભૂસું ભરાવી આપીશ. આમ આખો દિવસ દિલાસો આપ્યો પરંતુ માલ ન આપી તેમજ રૂપિયા પણ પરત આપ્યા ન હતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે..