લતીપર ગામ તા.ધ્રોલ, જી.જામનગર માંથી નશાકારક કેફી પીણાની બોટલ નંગ-૮૯૦ પકડી પાડતી જામનગર એસ.ઓ.જી.
પોલીસ મહનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબ રાજકોટ વિભાગ, રાજકોટ નાઓએ જામનગર જીલ્લા અસામાજીક પ્રવૃતિ કરતા ઈસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ ની સૂચના અને એસ.ઓ.જી., ના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.વી.ચૌધરી સાહેબ તથા પોલીસ સબ ઈન્સપેકટર શ્રી જે.ડી.પરમાર સાહેબ ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમા પેટ્રોલીંગમાં રહેલ હતા,
દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના પોલીસ હેડ કોન્સટેબલ રાજેશભાઈ મકવાણા તથા શોભરાજસિંહ જાડેજા તથા અનિરૂધ્ધસિંહ ઝાલા ને બાતમી મળેલ કે લતીપર ગામ ભરવાડ પાડામાં રહેતા સાગરભાઈ રમેશભાઈ ગમારા પોતાના રહેણાંક મકાને શંકાસ્પદ નશાકારક કેફી પીણું રાખી તેનુ વેચાણ કરતા હોય જેથી સદર જગ્યાએ રેઇડ કરતા ત્યાથી (૧) “KALMEGHASAVA” ની કુલ બોટલો નંગ-૨૮૦ કુલ કિ.રૂ.૪૨,૦૦૦/- તથા (૨) “SUNNINDRRA” ની કુલ બોટલો નંગ-૧૬૦ કુલ કિ.રૂ.૨૪,૦૦૦/- તથા (3) “STONEARISHTHA” ની કુલ બોટલો નંગ-૪૦૦ કુલ કિ.રૂ.૬૦,૦૦૦/- તથા (૪) “GEREGEM” ની કુલ બોટલો નંગ-૫૦ કુલ કિ.રૂ.૭,૫૦૦/- ની ગણી કુલ ૮૯૦ બોટલ કુલ કિ.રૂ.૧,૩૩,૫૦૦/- નો મુદ્દામાલ પકડી ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરાવી આગળની તપાસ શરૂ કરવામા આવેલ છે.