WhatsAppની જેમ હવે Instagram પર પણ મોકલો Voice મેસેજ

ઇન્સ્ટાગ્રામ વોઇસ મેસેજિંગ સેવાનો ઉપયોગ કરવા માટે યૂઝર્સે ચેટ બોક્સમાં માઇક્રોફોન બટનને હોલ્ડ રાખવું પડશે. આ બાદ શોર્ટ વોઇસ મેસેજ રેકોર્ડ થવા લાગશે. રેકોર્ડિંગ પૂર્ણ થયા બાદ યૂઝર મેસેજ મોકલી શકશે. આ ઉપરાંત જો વોઇસ મેસેજ ખોટો રેકોર્ડ થઇ જાય તો તે લેફ્ટ સ્વાઇપ કરી આ મેસેજને કેન્સલ પણ કરી શકે છે.