અંજારમાંથી 88 ક્વાટરીયા તેમજ 1 ઇંગ્લિશ દારૂની બોટલ પોલીસ દ્રારા પકડી પડાઈ જેમાં અલગ-અલગ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી

અંજારના જવાહરલાલ મહેતાની બિલ્ડીંગ પાસેથી ક્વાટરીયા નંગ 88 જેની કિંમત રૂ. 8,800 થાય છે. અંજાર પોલીસ દ્રારા સાંજે લગભગ પોણા છ વાગ્યાના અરસામાં આ દરોડો પાડ્યો હતો. જેમાં આરોપી તરીકે સોનું ભરતભાઈ હિરાણીની પોલીસ દ્રારા ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બીજી બાજુ અંજારના જ નગરપાલિકા સામે આવેલ રામદેવપીર મંદિર પાસે કોલીવાસમાંથી 1 બોટલ દારૂ સાથે આરોપી સંજય રામજીની પણ પોલીસ દ્રારા ધરપકડ કરવામાં આવી છે.