ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે 4 પત્તાપ્રેમીઓને પાંજરે પૂર્યા
ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમતા 4 જુગારીઓને ઝડપી પાડી 72,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ગાંધીધામ પોલીસ પેટ્રોલિંગમાં કરી રહી હતી તે દરમિયાન ભારતનગર તુલશી ટાવર પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ભારતનગર રેલ્વે પાટા ઝૂપડા અગ્રવાલ હોસ્પિટલની બાજુમાં ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો ગંજીપાના વડે તીનપત્તીનો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી કુંડાળું વાળીને તીનપત્તીનો જુગાર રમી રહેલા 4 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ચારેય આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 11,500 તથા 4 મોબાઈલ ફોન કિ.રૂ.30500 તથા એક મોટર સાઇકલ કિ.રૂ.30,000 મળી કુલ કિ.રૂ.72,000નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં પોલીસ હેડ કો.હરપાલસિંહ નરેન્દ્રસિંહ, રાજાભાઈ હીરાગર, અનેરીબેન સુરેશભાઈ તથા નરસિંહભાઈ પઢીયાર સહિતનો સ્ટાફ જોડાયો હતો.
પકડાયેલ આરોપીઓ:
- નવીનભાઈ મોહનભાઈ સથવારા ઉ.વ.26 રહે, કૈલાસ સોસાયટી મ.નં.62 ગાંધીધામ
- ચંદ્રેશભાઈ બીજલભાઈ સથવારા ઉ.વ.34 રહે. નવી સુંદરપુરી પાણીના ટાંકા પાસે ગાંધીધામ
- નરેશભાઈ કાનજીભાઈ વાઘેલા ઉ.વ.20 રહે. ભુતેશ્વર ભીડનાકા પાસે ભુજ
- મોહનભાઈ દેવજીભાઈ સથવારા ઉ.વ.40 રહે. કૈલાસ સોસાયટી મ.નં.80 ગાંધીધામ