સુમરાસર ગામમાં જુગાર રમતા 9 જુગારીઓ ઝડપાયા
copy image
માધાપર પોલીસે સુમરાસર ગામમાં જુગાર રમતા 9 ખેલીઓને ઝડપી પાડી આરોપીઓ પાસેથી 10,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
માધાપર પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન સુમરાસર ગામે પહોચતા પો.ઇન્સ.એ.જી.પરમારને ચોક્કસ બાતમી મળેલ કે, સુમરાસર મહેશ્વરી ફળિયામાં રહેતા હુશેન સાલેમામદ શેખના મકાનના આગળના ભાગે ખુલ્લા આંગણામાં અમુક શખ્સો ધાણીપાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 9 જુગારીઓને પકડી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 10,600નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ:
- હુસેન સાલેમામદ શેખ ઉ.વ.40 રહે, સુમરાસર
- ઇકબાલ અબ્દુલ જમાદાર, ઉ.વ.32 રહે. ભુજ
- સલીમ હુસેન લુહાર, ઉ.વ.50 રહે, ભુજ
- નેકમામદ સાલેમામદ શેખ ઉ.વ.33 રહે, ભુજ
- જાકબ મામદ શેખ, ઉ.વ.60 રહે, સુમરાસર
- જાકીર મામદ શેખ, ઉ.વ.28 રહે, સુમરાસર
- અજીજ આમદ શેખ, ઉ.વ.35 રહે, સુમરાસર
- ધવલ સામજી મેરિયા ઉ.વ.26 રહે, સુમરાસર
- હિતેશ સામજી મેરિયા ઉ.વ.24 રહે, સુમરાસર